કલા પ્રેરણા સંસ્થા

કલા પ્રેરણા સંસ્થા કલા પ્રેરણા સંસ્થા જુનાગઢ

તા. ૨૪/૦૮/૨૦૨૩, રવિવાર,જૂનાગઢ શહેર ના આંગણે કલા પ્રેરણા સંસ્થા તથા વડલેશ્વર મહાદેવ ટ્રસ્ટ, વણઝારી ચોક, જુનાગઢ ખાતે ગણપતિ...
25/09/2023

તા. ૨૪/૦૮/૨૦૨૩, રવિવાર,
જૂનાગઢ શહેર ના આંગણે કલા પ્રેરણા સંસ્થા તથા વડલેશ્વર મહાદેવ ટ્રસ્ટ, વણઝારી ચોક, જુનાગઢ ખાતે ગણપતિ મહોત્સવ નું આયોજન થયું તેમાં એક ચિત્ર હરીફાઈ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જૂનાગઢના નાના બાળકો તેમજ મોટા કલાકારોએ મળીને 180 જેટલા હરીફો એ ભાગ લીધો હતો. આ હરીફાઈ માં કલા પ્રેરણાં નાં કમિટી નાં સભ્યો તેમજ વડલેશ્વર મહાદેવ મંદિર ના સભ્યો એ પણ ખુબ સાથ અને સહકાર આપ્યો અને કાર્યક્રમ્ ને સફલ બનાવ્યો. ઇરફાન સિદ્દીકી, રજનીકાંત અગ્રાવત, અજય રાવલ, નિખિલ દેવમુરારી, દિગ્વિજયસિહ વાઘેલા, રિયા મકવાણા, ગૌરાંગ દવે, જયેન્દ્રભાઈ પરમાર, ધર્મેશભાઈ પરમાર, ચંદ્રેશભાઈ, મધુસુધન ભુવા, રીમ્પલ વેકરિયા, મોહિતભાઈ વાછાણી વિગેરે એ હાજર રહી ને એક ઉમદા કાર્ય ને આગળ દીપાવ્યું હતું અને રવિવારની સાંજને આનંદમય બનાવી હતી. ગણેશજી નાં સાનિધ્યમાં ઇનામ વિતરણ અને આરતી પ્રસાદ નો લ્હાવો મળ્યો અને બાળકો માં ચિત્રકામ પ્રત્યેની ભાવના મજબૂત બનાવી.

કલા પ્રેરણા સંસ્થા દ્વારા આવતીકાલે રવિવાર ૨૪ સપ્ટેમ્બર, સાંજે ૫ થી ૭ વડલેશ્વર મહાદેવ મંદિર, વણઝારી ગરબી ચોક ખાતે, સુંદર ...
23/09/2023

કલા પ્રેરણા સંસ્થા દ્વારા આવતીકાલે રવિવાર ૨૪ સપ્ટેમ્બર, સાંજે ૫ થી ૭ વડલેશ્વર મહાદેવ મંદિર, વણઝારી ગરબી ચોક ખાતે, સુંદર મજા ની ચિત્ર સ્પર્ધા નું આયોજન કરેલ છે.. તો સર્વે ને ભાગ લેવા વિનંતી તથા કલા પ્રેરણા સંસ્થા ના પેઈજ પરથી સ્પર્ધા લાઈવ પણ નિહાળી શકશો.

20/09/2023
તા. ૧૫/૦૯/૨૩ શુક્રવાર, સાંજે ૫:૦૦ કલાકેકલા પ્રેરણા સંસ્થા દ્વારા આયોજિત તથા રેડ ક્રોસ સોસાયટી ના સહયોગ થી ક્રુષ્ણ જન્મોત...
19/09/2023

તા. ૧૫/૦૯/૨૩ શુક્રવાર, સાંજે ૫:૦૦ કલાકે
કલા પ્રેરણા સંસ્થા દ્વારા આયોજિત તથા રેડ ક્રોસ સોસાયટી ના સહયોગ થી ક્રુષ્ણ જન્મોત્સવ ચિત્ર સ્પર્ધા નું ચિત્ર પ્રદર્શન રેડ ક્રોસ હોલ, પોટલાં માર્કેટ, આઝાદ ચોક, જૂનાગઢ ખાતે ખુલ્લું મુકવા માં આવ્યું હતું જેનું ઉદઘાટન જૂનાગઢ ના મેયર શ્રી ગીતાબેન મોહનભાઈ પરમાર એ રીબીન કટ કરી દિપ પ્રાગટય દ્વારા કર્યું હતું. આ પ્રસંગે જૂનાગઢ ના પૂર્વ ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ મશરૂ, જગતભાઈ અજમેરા, ડો. મૌલિક સૌઢાતર, મનીષભાઈ આચાર્ય, પાર્થભાઈ ધૂલેશિયા, આનંદભાઈ ભટ્ટ, રામદેભાઈ સોલંકી હાજર રહ્યા હતા. નાવોદિતો ને સર્ટિફિકેટ તથા વિજેતાઓને સર્ટિફિકેટ તથા રોકળ પુરસ્કાર આપવા માં આવ્યા હતા. રવિવારે સાંજે સિનિયર આર્ટિસ્ટો દ્વારા લાઈવ પોટ્રેટ પણ બનાવવામાં આવ્યા હતા. આ ચિત્ર પ્રદર્શન તા. ૧૭/૯/૨૩ રાત્રે ૮:૩૦ વાગ્યા સુધી ખુલ્લુ રાખવા માં આવ્યું હતું. આ કૃષ્ણ જન્મોત્સવ ચિત્ર પ્રદર્શન નિહાળવા લોકો એ બોહળી પ્રમાણ માં ભાગ લીધો હતો.

તા. ૧૪/૦૯/૨૩ ગુરૂવાર રાત્રે ૧૨:૩૦ સુધી ક્રુષ્ણ જન્મોત્સવ ચિત્ર સ્પર્ધા નું ડિસ્પ્લે ગોઠવતા કલા પ્રેરણા સંસ્થા ના સભ્યો..
19/09/2023

તા. ૧૪/૦૯/૨૩ ગુરૂવાર રાત્રે ૧૨:૩૦ સુધી ક્રુષ્ણ જન્મોત્સવ ચિત્ર સ્પર્ધા નું ડિસ્પ્લે ગોઠવતા કલા પ્રેરણા સંસ્થા ના સભ્યો..

આજરોજ કલા પ્રેરણા સંસ્થા ના પ્રમુખ શ્રી રજનીભાઈ અગ્રવાત ને ૧૪૨ કલાક માં ૫૧ પોન્ટિંગ બનાવવા નો વર્લ્ડ રેકોર્ડ મળેલ તે પ્ર...
19/09/2023

આજરોજ કલા પ્રેરણા સંસ્થા ના પ્રમુખ શ્રી રજનીભાઈ અગ્રવાત ને ૧૪૨ કલાક માં ૫૧ પોન્ટિંગ બનાવવા નો વર્લ્ડ રેકોર્ડ મળેલ તે પ્રસંગે જૂનાગઢ મહાનગર ના મેયર શ્રી ગીતાબેન મોહનભાઈ પરમાર દ્વારા આજરોજ તેમનું સાલ ઓઢાળી ને સન્માન કરવા માં આવ્યું હતું. અને કલા પ્રેરણા સંસ્થા નો પરિચય આપ્યો હતો. આ તકે સહ મંત્રી અજયભાઈ રાવલ તથા મિહિરભાઈ રાણવા હાજર રહ્યા હતા.💐💐💐🙏🏻

તા. ૦૩/૦૮/૨૦૨૩, રવિવારઆજ રોજ જૂનાગઢ માં સૌ પ્રથમ વાર લાઈવ પોર્ટ્રેટનું આયોજન કલા પ્રેરણા સંસ્થા દ્વારા કરવા માં આવ્યું હ...
19/09/2023

તા. ૦૩/૦૮/૨૦૨૩, રવિવાર

આજ રોજ જૂનાગઢ માં સૌ પ્રથમ વાર લાઈવ પોર્ટ્રેટનું આયોજન કલા પ્રેરણા સંસ્થા દ્વારા કરવા માં આવ્યું હતું જેમાં ૨૦ જેટલા આર્ટિસ્ટો એ ભાગ લીધો હતો અને આયોજન માટે ઉમ્મીદ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એમનો હૉલ લાઈવ પોર્ટ્રેટ માટે ફાળવવામાં આવ્યો હતો..

તા. ૨૭/૦૮/૨૩, રવિવાર.અઠવાડિયાનો રાજા એટલે રવિવાર.. એમાં પણ મનગમતું કામ કરવા મળી જાય એટલે જલસા પડે.. આજે દામોદરકુંડ મંદિર...
19/09/2023

તા. ૨૭/૦૮/૨૩, રવિવાર.
અઠવાડિયાનો રાજા એટલે રવિવાર.. એમાં પણ મનગમતું કામ કરવા મળી જાય એટલે જલસા પડે.. આજે દામોદરકુંડ મંદિર ખાતે લાઈવ વર્ક કરતા કલા પ્રેરણા સંસ્થા ના મિત્રો..

કેમેરા થી રંગો ને કંડારવા એ પણ એક કલા છે, એમા પણ જૂનાગઢ તો કલા નગરી.. આજે કલા સાથે સંકળાયેલા જૂનાગઢ ફોટોગ્રાફી ગ્રૂપે આય...
19/09/2023

કેમેરા થી રંગો ને કંડારવા એ પણ એક કલા છે, એમા પણ જૂનાગઢ તો કલા નગરી.. આજે કલા સાથે સંકળાયેલા જૂનાગઢ ફોટોગ્રાફી ગ્રૂપે આયોજન કરેલ "ક્રિએટિવ નેચર આર્ટ ફોટોગ્રાફી ટોક તથા ફોટો વોક - રામદેભાઈ સોલંકી" માં જાવા નો આનંદ આર્ટિસ્ટો ને મળ્યો. લાઈવ વર્ક પૂરું કરી ભાવભર્યા આમંત્રણ ને સ્વીકારી કલા પ્રેરણા સંસ્થા ના ૩૦ આર્ટિસ્ટો ફોટોગ્રાફી ટોક તથા ફોટોગ્રાફી વોક નો આનંદ માણ્યો.

તા. ૨૦/૦૮/૨૩, રવિવારગરવા ગિરનાર ની ગોદ માં કામ કરવું એ એક લ્હાવો જ કેવાય કે શું? હા આજે કલા સાધના એ આ પાવન ભૂમિ પર રંગો ...
19/09/2023

તા. ૨૦/૦૮/૨૩, રવિવાર
ગરવા ગિરનાર ની ગોદ માં કામ કરવું એ એક લ્હાવો જ કેવાય કે શું? હા આજે કલા સાધના એ આ પાવન ભૂમિ પર રંગો વરસાવ્યા હોય એવું લાગી રહ્યું છે.. ૩૦ જેટલા કલા સાધકો આજે લાઈવ વર્ક માં સામેલ થયા તથા ભવનાથ ના અલગ અલગ વિસ્તારો માં પોતાની કલા થી રંગો ભર્યા..

જૂનાગઢ કલા પ્રેરણા સંસ્થા દ્વારા તા. ૧૩/૦૮/૨૩ રવિવાર ના રોજ નારાયણ ધરા - ભવનાથ ખાતે લાઈવ વર્ક નો કાર્યક્રમ યોજવા માં આવ્...
19/09/2023

જૂનાગઢ કલા પ્રેરણા સંસ્થા દ્વારા તા. ૧૩/૦૮/૨૩ રવિવાર ના રોજ નારાયણ ધરા - ભવનાથ ખાતે લાઈવ વર્ક નો કાર્યક્રમ યોજવા માં આવ્યો હતો. તેમાં જૂનાગઢ ના આર્ટિસ્ટોએ ઉત્સાહ ભર્યો ભાગ લીધો હતો.

જૂનાગઢ ના આંગણે કલાકારો ને એક સારું પ્લેટફોર્મ મળે તે માટે "કલા પ્રેરણા સંસ્થાન" આકાર લઈ ચૂક્યું છે. તા. ૦૬/૦૮/૨૦૨૩ ના ર...
19/09/2023

જૂનાગઢ ના આંગણે કલાકારો ને એક સારું પ્લેટફોર્મ મળે તે માટે "કલા પ્રેરણા સંસ્થાન" આકાર લઈ ચૂક્યું છે. તા. ૦૬/૦૮/૨૦૨૩ ના રોજ રૂપાયતન, ભવનાથ ખાતે એક મિટિંગ નું આયોજન થયું હતું. જેમાં ૯૦ આર્ટિસ્ટો તથા ફોટોગ્રારો એ ભાગ લીધો હતો, કાર્યક્રમ ની શરૂઆત રાષ્ટ્રગાન સાથે કરવા માં આવી હતી. પ્રમુખ સ્થાને શ્રી રજનીકાંત અગ્રાવતે એ આર્ટિસ્ટો ને જૂનાગઢ માં સારું એવું પ્લેટફોર્મ મળે અને જૂનાગઢ માં એક આર્ટ ગેલેરી ઊભી થાય એવી સરકાર સમક્ષ માંગણી કરી છે. આ કાર્યક્રમ માં મહેમાન તરીકે જૂનાગઢ નરસિંહ મહેતા યુનીવર્સીટી ના મૅમ્બર શ્રી ચંદ્રેશભાઈ હેરમાં, પ્રસ્થાન ગ્રુપ ના પ્રમુખ શ્રી અનંદભાઈ ભટ્ટ, નેચર આર્ટ ફોટોગ્રાફર રામદે સોલંકી, તથા સેવાભાવી મનીષભાઈ આચાર્ય હાજર રહયા હતા.

Address

Ram Mandir, Uparkot
Junagadh
362001

Telephone

+918530309196

Website

Alerts

Be the first to know and let us send you an email when કલા પ્રેરણા સંસ્થા posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Museum

Send a message to કલા પ્રેરણા સંસ્થા:

Share

Category